Wednesday, August 1, 2012

વિચાર-બિંદુ 1

                'ટીપે ટીપે સરોવર તો શું સમુદ્ર પણ  ભરાય' એ ન્યાયે ઘણા બિંદુ જેવા નાના વિચાર પણ એનું ચિંતન કરતાં એ સમુદ્ર જેવા વિસ્તરી શકે એવા કણિકા સ્વરૂપ વિચારો અહિં પ્રકાશિત કરવામાં આવશે. તો ચોલો કરીએ શરૂ સફર.............


1. Life is the most difficult exam,
    Many fail trying to copy others.
    not realizing that each on has
    a different question paper.....!!
                                         (-SMS)

2. પ્રજાને પ્રાણ સમાન એવી વસ્તુઓ કેવળ સમજાવટથી મળતી નથી, પણ કષ્ટસહનરૂપે 
    કિંમત  ચૂકવીને  ખરીદવી પડે છે.   (-મો.ક.ગાંધી)

3. વિજ્ઞાન ગતિ-વર્ધક છે, આત્મજ્ઞાન દિશા-સૂચક છે, આપણે પગ વડે ચાલીએ છીએ, પણ કઈ દિશામાં 
   ચાલવું તે આંખથી નક્કી કરીએ છીએ. તેમ વિજ્ઞાન પગ છે, અને આત્મજ્ઞાન છે આંખ. માણસને જો 
   આત્મજ્ઞાનની આંખ ન હોય, તો તે આંધળો કોણ જાણે ક્યાં ભટકશે ! બીજ બાજુ, આંખ હોય પણ પગ ન 
   હોય તો તેણે બેઠા જ રહેવું પડશે.      (-વિનોબા ભાવે)

4. જે વસ્તુ માણસથી છુપાવવી હોય, તે તેની આંખ સામે મૂકી દો; પછી તે એને જોઈ નહી શકે. 
                                                     (-ઈજિપ્તની એક જૂની કહેવત -- 'રજનીશ દર્શન' માસિક)

5. ખાટલમાં પડેલું જુવાન શરીર એ તો અપમાનો અસહ્ય બની ગયા પછી શરીર દ્વારા શરૂ થયેલો સવિનય 
    કાનૂનભંગ છે.      (-ગુણવંત શાહ)

6. છાતીમાં આગ જોઈએ અને માથામાં બરફ. તેથી બુદ્ધિ શાંત રાખતાં આવડવું જોઈએ. આ યુગમાં લડવું 
   હોય તો યે અશાંતિ કામની નથી. બૉમ્બ નાખવા હોય તોયે શાંત ચિત્તે, બરાબર લક્ષ્ય તાકીને, ઠરાવેલા 
   સ્થળે નાખવા પડે છે.   (-વિનોબા ભાવે)

7. પ્રતિજ્ઞા કરો કે નાનાઓ સાથે પ્રેમથી, વયોવૃદ્ધો સાથે અનુકંપાથી, સંઘર્ષ કરવાવાળાઓ સાથે સહાનુભૂતિથી અને નબળા તથા ભૂલ કરવાવાળાઓ સાથે સહનશીલતાથી વર્તન કરશો. કારણ કે જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આપણે આ પરિસ્થિતીઓમાંથી પસાર થવું જ પડે છે. (- લૅાઈડ શિયરર)


No comments:

Post a Comment