Monday, August 13, 2012

વિચાર-બિંદુ 3

* "અંગ્રેજોએ હિંદુસ્તાન જીત્યું નથી, પણ આપણે તેમને સોંપી દીધું છે."  (હિંદ સ્વરાજ-ગાંધીજી)

* વિદ્યા પુસ્તકમાં અને પરકબજામાં ધન,
   ભીડ પડે ના કામના એ વિદ્યા એ ધન.    
    (-સંસ્કૃત સુભાષિત પરથી અનુવાદિત)

 * સરવાળો સત્કર્મનો, ગુણનો ગુણાકાર
    બાદબાકી બુરાઈની, ભ્રમનો ભાગાકાર.

 * લોઢું ગરમ થાય છે ત્યારે લાલચોળ થાય છે. અને તેમાંથી તણખા ઊડે છે.
    પણ લોઢું ગમે તેટલું ગરમ થાય, હથોડાએ તો ઠંડા જ રહેવું ઘટે. હથોડો 
     ગરમ થાય તો પોતાનો જ હાથો બાળે. લોઢાનો ઈચ્છાપૂર્વક ઘાટ ઘડવો 
     હોય તો હથોડાને ગરમ થવું ન પાલવે. માટે ગમે તેવી આપત્તિમાં આપણે 
     ગરમ ન જ થઈએ. (- સરદાર પટેલ)

 * સંખ્યા વિનાનું સંખ્યાબળ એ બળ નથી. સૂતરના બારીક તાર જુદા જુદા હોય છે ત્યારે હવાના      
    સપાટાથી     પણ તૂટી જાય એવા કમજોર હોય છે. પણ જ્યારે મોટી સંખ્યામાં ભેગા થઈને મહોબત કરે  
    છે,  તાણાવાણામાં કાપડનું રૂપ લે છે ત્યારે એની મજબૂતી, સુંદરતા અને ઉપયોગિતા અદભૂત બની જાય  
    છે.  (- સરદાર પટેલ)

* Just change the way you look at things and
   even the worst can be changed into the best
   read 'EVIL' the other way round and it becomes 'LIVE'

Sunday, August 5, 2012

વિચાર-બિંદુ 2

થાકીને ઊંઘી જવું, એ પ્રત્યેક માણસનો જન્મસિદ્ધ અધિકાર છે. થાક્યા વગર ઊંઘી જવું એ જ ખરો ભ્રષ્ટ આચાર છે. પૂરતા થાક પછીની ઊંઘ સ્વાદિષ્ટ હોય છે. ખરી ભૂખ પછીનું ભોજન સ્વાદિષ્ટ હોય છે. પ્રતીક્ષા પછીનું મિલન અભીષ્ટ હોય છે. મફતનો રોટલો, નવરાશનો ઓટલો અને રોગનો ખાટલો એ ત્રણે સગા ભાઈઓ છે. આ ત્રણેયની એકની એક બહેનનું નામ ગરીબી છે. આ ચારે સંતાનોની સગી માતાનું નામ આળસ છે. સંયુક્ત પરિવાર તે આનું નામ !     (- ગુણવંતશાહ)

God has planned happiness for each one of us at the right time in our life;
but the only thing is.....
That he does not share his calendar with us.  (SMS)

All birds find shelter during the rain
but eagle avoids rain by flying above the clouds
problems are common but attitude makes the difference (SMS)

The dreams of man and the smile of woman,
can do anything in this world.
                                            (- by Nepolena)

EGO = Evil Going On
Ego is only requirement to destroy any relationship.
so be the bigger person , skip the "E" and let it "GO".  (SMS)

Sugar and salt may be mixed together,
but ants rejects the salt and carries away sugar.
Select the right people and make your life sweeter.  (SMS)




Thursday, August 2, 2012

ઉપયોગી વૅબસાઈટ્સ

         અહીં ઉપયોગી વૅબસાઈટ્સની યાદી આપી છે. અહીં આપેલા નામ પર ક્લિક  કરવાથી જ સીધા જે તે વૅબસાઈટ પર જઈ શકાશે. આ યાદી પર હજુ કામ ચાલું છે. સમયાંતરે તે અપડેટ થતી રહેશે........

ગુજરાતી

 
1.ગુજરાતી વિકિપીડીયા 
2.ઓનલાઈન પીડીએફ કન્વર્ટર
3.સાયબરસફર
4.સફારી - ગુજરાતી મેગેઝીન
5.અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ કરો (ગુગલ ટ્રાન્સલેટ)
6.સંદેશ-ગુજરાતી વર્તમાનપત્ર
7.દિવ્યભાસ્કર-ગુજરાતી વર્તમાનપત્ર
8.ગુજરાત સમાચાર - ગુજરાતી વર્તમાનપત્ર 
9.ધી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા - અંગ્રેજી વર્તમાનપત
10.સમાચાર ડૉટ કોમ
11.એન.ડી.ટી.વી. ડૉટ કોમ
12.વિવિધ વિષયો પર વિશ્વના નોંધપાત્ર વ્યક્તિઓના વ્યાખ્યાન ઓનલાઈન
13.દુનિયાભરના પ્રાણીઓ , વૃક્ષોનો વિશ્વકોશ

Wednesday, August 1, 2012

વિચાર-બિંદુ 1

                'ટીપે ટીપે સરોવર તો શું સમુદ્ર પણ  ભરાય' એ ન્યાયે ઘણા બિંદુ જેવા નાના વિચાર પણ એનું ચિંતન કરતાં એ સમુદ્ર જેવા વિસ્તરી શકે એવા કણિકા સ્વરૂપ વિચારો અહિં પ્રકાશિત કરવામાં આવશે. તો ચોલો કરીએ શરૂ સફર.............


1. Life is the most difficult exam,
    Many fail trying to copy others.
    not realizing that each on has
    a different question paper.....!!
                                         (-SMS)

2. પ્રજાને પ્રાણ સમાન એવી વસ્તુઓ કેવળ સમજાવટથી મળતી નથી, પણ કષ્ટસહનરૂપે 
    કિંમત  ચૂકવીને  ખરીદવી પડે છે.   (-મો.ક.ગાંધી)

3. વિજ્ઞાન ગતિ-વર્ધક છે, આત્મજ્ઞાન દિશા-સૂચક છે, આપણે પગ વડે ચાલીએ છીએ, પણ કઈ દિશામાં 
   ચાલવું તે આંખથી નક્કી કરીએ છીએ. તેમ વિજ્ઞાન પગ છે, અને આત્મજ્ઞાન છે આંખ. માણસને જો 
   આત્મજ્ઞાનની આંખ ન હોય, તો તે આંધળો કોણ જાણે ક્યાં ભટકશે ! બીજ બાજુ, આંખ હોય પણ પગ ન 
   હોય તો તેણે બેઠા જ રહેવું પડશે.      (-વિનોબા ભાવે)

4. જે વસ્તુ માણસથી છુપાવવી હોય, તે તેની આંખ સામે મૂકી દો; પછી તે એને જોઈ નહી શકે. 
                                                     (-ઈજિપ્તની એક જૂની કહેવત -- 'રજનીશ દર્શન' માસિક)

5. ખાટલમાં પડેલું જુવાન શરીર એ તો અપમાનો અસહ્ય બની ગયા પછી શરીર દ્વારા શરૂ થયેલો સવિનય 
    કાનૂનભંગ છે.      (-ગુણવંત શાહ)

6. છાતીમાં આગ જોઈએ અને માથામાં બરફ. તેથી બુદ્ધિ શાંત રાખતાં આવડવું જોઈએ. આ યુગમાં લડવું 
   હોય તો યે અશાંતિ કામની નથી. બૉમ્બ નાખવા હોય તોયે શાંત ચિત્તે, બરાબર લક્ષ્ય તાકીને, ઠરાવેલા 
   સ્થળે નાખવા પડે છે.   (-વિનોબા ભાવે)

7. પ્રતિજ્ઞા કરો કે નાનાઓ સાથે પ્રેમથી, વયોવૃદ્ધો સાથે અનુકંપાથી, સંઘર્ષ કરવાવાળાઓ સાથે સહાનુભૂતિથી અને નબળા તથા ભૂલ કરવાવાળાઓ સાથે સહનશીલતાથી વર્તન કરશો. કારણ કે જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આપણે આ પરિસ્થિતીઓમાંથી પસાર થવું જ પડે છે. (- લૅાઈડ શિયરર)


સુભાષિતો

।।आ नो भद्रा क्रतवो यन्तु विश्वतः।।
                આ સનાતન વેદવાક્યની ઘોષણા કે "મને ચારે દિશામાંથી શુભ વિચારો પ્રાપ્ત થાઓ"  એવી આશા અને પ્રાર્થના સાથે આ વિભાગ શરૂ થઈ રહ્યો છે. આ વિભાગમાં મને ગમેલી સુભાષિતો અનુવાદ સાથે તથા મને સમજાયેલ કે મે જાણેલ વિવરણ પ્રકાશિત કરવામાં આવશે....
(1)     ú सहनाववु । सह नौ भुनक्तु । सह वीर्यं करवावहै ।
          तेजस्वी नावधीतमस्तु । मा विद्विषावहै ।
          ú  शांतिः शांतिः शांतिः ।।
 
      તે સર્વવ્યાપક પરમાત્મા અમારી બંનેની (ગુરુશિષ્યની) રક્ષા કરો. અમે સાથે મળીને ભોગ પ્રાપ્ત કરીએ. અમે બંને એકસાથે મળીને પુરુષાર્થ કરીએ. અમારી વિદ્યા તેજસ્વી બનો. એમે એકબીજાનો દ્વેષ ન કરીએ. ú શાંતિઃ શાંતિઃ શાંતિઃ

(2) अज्ञेभ्यो ग्रन्थिनः श्रेष्ठाः ग्रन्थिभ्यो धारिणो वराः ।
       धारिभ्यो  ज्ञानिनः श्रेष्ठाः, ज्ञानिभ्यो व्यवसायिनः ।।
                    
           સાવ અભણ કરતાં ગ્રંથ વાંચનાર શ્રેષ્ઠ છે. ગ્રંથ વાંચનાર કરતાં સમજનાર ચઢિયાતો છે, સમજનાર કરતાં એનો સ્પષ્ટ બોધ કરાવનાર શ્રેષ્ઠ છે, અને એના કરતાંયે બોધ પ્રમાણે આચરણ કરનાર વધુ શ્રેષ્ઠ છે.
             

બ્લોગ વિશે......

નમસ્કાર મિત્રો,
કોઈ ચોક્કસ વિષયવસ્તુ લઈને બ્લોગ લખવો એવો કોઈ વિચાર કરેલ નથી. મારા બ્લોગ પર મને ગમતા, અથવા મનમાં ઉદભવતા કોઈ પણ વિચાર આવી શકે આથી જ બ્લોગને 'વિવિધા' એવું નામ આપ્યું છે. તો હવે મળીશું વિવિધા પર વિવિધ વિચારોની વિવિધ પોસ્ટ સાથે.......