Monday, August 13, 2012

વિચાર-બિંદુ 3

* "અંગ્રેજોએ હિંદુસ્તાન જીત્યું નથી, પણ આપણે તેમને સોંપી દીધું છે."  (હિંદ સ્વરાજ-ગાંધીજી)

* વિદ્યા પુસ્તકમાં અને પરકબજામાં ધન,
   ભીડ પડે ના કામના એ વિદ્યા એ ધન.    
    (-સંસ્કૃત સુભાષિત પરથી અનુવાદિત)

 * સરવાળો સત્કર્મનો, ગુણનો ગુણાકાર
    બાદબાકી બુરાઈની, ભ્રમનો ભાગાકાર.

 * લોઢું ગરમ થાય છે ત્યારે લાલચોળ થાય છે. અને તેમાંથી તણખા ઊડે છે.
    પણ લોઢું ગમે તેટલું ગરમ થાય, હથોડાએ તો ઠંડા જ રહેવું ઘટે. હથોડો 
     ગરમ થાય તો પોતાનો જ હાથો બાળે. લોઢાનો ઈચ્છાપૂર્વક ઘાટ ઘડવો 
     હોય તો હથોડાને ગરમ થવું ન પાલવે. માટે ગમે તેવી આપત્તિમાં આપણે 
     ગરમ ન જ થઈએ. (- સરદાર પટેલ)

 * સંખ્યા વિનાનું સંખ્યાબળ એ બળ નથી. સૂતરના બારીક તાર જુદા જુદા હોય છે ત્યારે હવાના      
    સપાટાથી     પણ તૂટી જાય એવા કમજોર હોય છે. પણ જ્યારે મોટી સંખ્યામાં ભેગા થઈને મહોબત કરે  
    છે,  તાણાવાણામાં કાપડનું રૂપ લે છે ત્યારે એની મજબૂતી, સુંદરતા અને ઉપયોગિતા અદભૂત બની જાય  
    છે.  (- સરદાર પટેલ)

* Just change the way you look at things and
   even the worst can be changed into the best
   read 'EVIL' the other way round and it becomes 'LIVE'

No comments:

Post a Comment