Wednesday, August 1, 2012

સુભાષિતો

।।आ नो भद्रा क्रतवो यन्तु विश्वतः।।
                આ સનાતન વેદવાક્યની ઘોષણા કે "મને ચારે દિશામાંથી શુભ વિચારો પ્રાપ્ત થાઓ"  એવી આશા અને પ્રાર્થના સાથે આ વિભાગ શરૂ થઈ રહ્યો છે. આ વિભાગમાં મને ગમેલી સુભાષિતો અનુવાદ સાથે તથા મને સમજાયેલ કે મે જાણેલ વિવરણ પ્રકાશિત કરવામાં આવશે....
(1)     ú सहनाववु । सह नौ भुनक्तु । सह वीर्यं करवावहै ।
          तेजस्वी नावधीतमस्तु । मा विद्विषावहै ।
          ú  शांतिः शांतिः शांतिः ।।
 
      તે સર્વવ્યાપક પરમાત્મા અમારી બંનેની (ગુરુશિષ્યની) રક્ષા કરો. અમે સાથે મળીને ભોગ પ્રાપ્ત કરીએ. અમે બંને એકસાથે મળીને પુરુષાર્થ કરીએ. અમારી વિદ્યા તેજસ્વી બનો. એમે એકબીજાનો દ્વેષ ન કરીએ. ú શાંતિઃ શાંતિઃ શાંતિઃ

(2) अज्ञेभ्यो ग्रन्थिनः श्रेष्ठाः ग्रन्थिभ्यो धारिणो वराः ।
       धारिभ्यो  ज्ञानिनः श्रेष्ठाः, ज्ञानिभ्यो व्यवसायिनः ।।
                    
           સાવ અભણ કરતાં ગ્રંથ વાંચનાર શ્રેષ્ઠ છે. ગ્રંથ વાંચનાર કરતાં સમજનાર ચઢિયાતો છે, સમજનાર કરતાં એનો સ્પષ્ટ બોધ કરાવનાર શ્રેષ્ઠ છે, અને એના કરતાંયે બોધ પ્રમાણે આચરણ કરનાર વધુ શ્રેષ્ઠ છે.
             

No comments:

Post a Comment